મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ ભુપેન્દ્ર પટેલે કર્યો આ મોટો કામ

તાકિદની ઉચ્ચસ્તરિય બેઠક યોજી સૌરાષ્ટ્રના ભારે વરસાદે સર્જેલી સ્થિતીની કરી સર્વગ્રાહી સમીક્ષા

91
Bhupendra Patel Did A Great Job As Soon As He Took Charge As The CM-suratheadlines

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ગુજરાત માટે એન.ડી.આર.એફ.ની વધારાની ટિમ મોકલવા મુખ્યમંત્રી સાથે કર્યો પરામર્શ,

રાજકોટ માટે-૩, જામનગર માટે-ર એન.ડી.આર.એફ.ની ટિમ ભટિંડાથી આવશે,

બચાવ-રાહત કામગીરીને પ્રાયોરિટી આપવા અને પાણીમાં ફસાયેલા લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા જિલ્લા તંત્રવાહકોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી સૂચના,

ગાંધીનગર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર અને રાજકોટ જિલ્લા તેમજ શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

Bhupendra Patel Did A Great Job As Soon As He Took The Charge As The CM-suratheadlines

મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એન.ડી.આર.એફ.ની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી. CM ભુપેન્દ્રભાઈ પટેલે એન.ડી.આર.એફ.ની ૩ ટીમ રાજકોટ માટે અને ૨ ટીમ જામનગર માટે ભાટિંડાથી મંગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને તાકિદ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ સંદર્ભમાં મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને ગુજરાતમાં એન.ડી.આર.એફ.ની વધારાની ટિમ જરૂર જણાયે મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી-૨ ડેમની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી. રાજકોટમાં ૧૧૫૫ લોકો જે આજીના નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો તેમણે મેળવી હતી.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડેશીયા, કોંજા, અલીયાબાડા વગેરે ગ્રામવિસ્તારોમાં હાલ રેસ્ક્યુની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેને પરીણામે આલિયા બેડા ગામે ૨૫ લોકો, બાંગા ગામમાંથી ૮ લોકો, દુધરેજીયા ગામમાંથી ૮ લોકો, કુંનડ ગામમાંથી ૨ લોકો, દુધાળા કૃષ્ણપુર ગામમાંથી ૩ લોકોને તથા કાલાવડ નગરમાંથી ૨૦ લોકોને એન.ડી.આર.એફ., એર ફોર્સ, ફાયરની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી બચાવાયા છે.

હાલ જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં ઉમિયા સાગર, આજી, વીજરખી, ઉંડ, વાગડિયા વગેરે ડેમ ઓવરફ્લો થતાં નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તેમજ નદી કાંઠાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાલ નદીના પાણી આવી ગયા છે, તેમ જામનગર જિલ્લા કલેકટરે આ બેઠક દરમિયાન જણાવ્યું હતું.

ઉચ્ચસ્તરિય બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રીના ઓ.એસ.ડી ડી.એચ.શાહ જોડાયા હતા.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ગાંધીનગર.

Share This: