
ભરૂચ
ભરૂચનાં કસક પાસે આવેલા ગુરુદ્વારા ખાતે ગુરુ ગોવિંદસિંહજીની 354 મી જન્મ જયંતિની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. શીખ ધર્મનાં 10 મા ગુરુ ગોવિંદસિંહજીની 354 મી જન્મ જયંતિની ઉજવણી કસક ખાતે આવેલા ગુરુદ્વારામાં કરવામાં આવી હતી. શીખ સમુદાયનાં લોકો આજે યોજાયેલ ગુરુ ગોવિંદસિંહજીનાં જન્મોત્સવને પ્રકાશ પર્વ તરીકે ઉજવે છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે અત્યંત સાદગીપૂર્વક શીખ સમાજ દ્વારા આ પ્રકાશ પર્વની ઉજવણી કરાઈ હતી.
ભરૂચ ગુરુદ્વારાનાં જસબીરસિંહ અને ત્યાં વસવાટ કરતાં શીખ સમુદાયનાં લોકોએ આ તકે જણાવ્યુ હતું કે, ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મનાં 10 માં ગુરુ માનવામાં આવે છે. જેમણે અમૃત પાન કરી શીખ ધર્મની સ્થાપના કરી શીખ ધર્મને વિશ્વ વિખ્યાત બનાવ્યો છે. શીખ ધર્મની રક્ષા માટે ગુરુ ગોવિંદસિંહજીએ આપેલા બલિદાનો શીખ સમાજ ક્યારેય ભૂલી શકશે નહીં તથા ગુરુ ગોવિંદસિંહ શીખ સમાજમાં કલગીઘર પિતા કહેવાય છે. તેમના જન્મદિન નિમિત્તે ગુરુદ્વારામાં લંગરનું પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.