
ભરૂચ
ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર્તાઓએ મીટિંગ યોજી કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમમાં આમોદ તાલુકાની મહિલાઓને રામમંદિર નિર્માણને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે-સાથે આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. તેને ધ્યાનમાં રાખી સરકારની યોજનાઓ અને સરકારના દ્વારા કરાયેલા વિકાસના કામો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીને આગામી દિવસોમાં આવનાર ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત અપાવવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી એવા ઉર્મિલાબેન, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન, મહિલા મોરચાના મંત્રી એવા ગીતાબેન રાહુલજી, અને ભાવિશાબેન વિમલભાઈ પટેલ ઉપસ્થિત ગ્રામીણ વિસ્તારમાંથી આવેલી મહિલાઓને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.