ભરૂચના રાજપારડી નજીક રોજ મોટા સોરવા ગામે પત્થરની ખાણમાં થયો બ્લાસ્ટ

બ્લાસ્ટીંગ દરમિયાન પત્થર વાગતા એક કામદારનું મોત

101
Blast in Stone Mine Near Rajpardi at Jhagadia in Bharuch-suratheadlines

ભરૂચ
ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પથ્થર તોડવાની અનેક ખાણ આવી છે. ઝગડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ ખાણનું પ્રમાણ વધુ છે. જ્યાં ગત રોજ મોટા સોરવા ગામની પત્થરની ખાણમાં એક દુર્ઘટના બની હતી. જેમાં બ્લાસ્ટિંગ દરમિયાન પત્થર વાગતા કિરણ વસાવા નામના કામદારનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Blast in Stone Mine Near Rajpardi in Jhagadia of Bharuch-suratheadlines

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડીયા તાલુકાના મોટા સોરવા ગામની સીમમાં આવેલ પથ્થરની ખાણમાં કામ કરતા કામદાર કિરણ વસાવાનું પથ્થરની ખાણમાં બ્લાસ્ટ સમયે પથ્થર ઉછડીને વાગતા ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાના આક્ષેપ કિરણની પત્ની સરોજબેન વસાવા દ્વારા કરવામાં આવ્યા હતા.

Blast in Stone Mine Near Rajpardi at Jhagadia of Bharuch-suratheadlines

ઘટના અંગેની જાણ રાજપારડી પોલીસને કરવામાં આવતા પોલીસે કિરણ વસાવાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મામલે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ ભરૂચ.

Share This: