
ભરૂચ
ગુજરાતનો એક માત્ર ભરૂચ શહેરનો સિલેક્ટ થયેલો 14 વર્ષીય બાળક KBC માં 25 લાખની રકમ જીત્યો હતો. દહેજની રિલાયન્સ કંપનીના સેફટી ડિપા.માં કામ કરતા કર્મચારી અને મૂળ ઉજ્જેનના બ્રિજેશ શાસ્ત્રીના પુત્રએ અનમોલ શાસ્ત્રીએ KBC માં બિગ બી સામે હોટસીટ પર બેસી બેબાકીપૂર્વક સવાલોના જવાબ આપી ભરૂચનું ગૌરવ વધાર્યું હતું.
ભરૂચ સરયૂ એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતા અને કવિન ઓફ એન્જલમાં ભણતો વિદ્યાર્થી અનમોલ શાસ્ત્રી કોન બનેગા કરોડપતિમાં બિગ બી સામે હોટસીટ પર સવાલોના જવાબો આપી 25 લાખ જેવી માતબર રકમ જીતી અન્ય બાળકોને પણ પ્રેરણા આપી જીવનમાં કોઈ પણ સવાલનો જવાબ મેળવવા કોશિશ કરવી.
વધુમાં અનમોલ શાસ્ત્રીએ સરયૂ એપાર્ટમેન્ટના હોલમાં મીડિયાકર્મીઓ સાથે મુલાકાત આપતા જણાવ્યું હતું કે નોબલ પ્રાઈઝ મેળવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી હતી. જ્યારે એના પિતા બ્રિજેશ શાસ્ત્રીએ પુત્ર પર ગૌરવ વ્યક્ત કર્યો હતો અને સદીના મહાનાયક અમિતાભ બરચન સાથેની મુલાકાતને અવિસ્મરણીય ગણાવી હતી.
રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.