BTP-AIMIM ગઠબંધન રાજકીય મોરચે બન્યો ચર્ચાનો વિષય

ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ BTP-AIMIM સાથે લડશે

128
BTP-AIMIM Alliance Became a Topic of Discussion on Political Front-suratheadlines

ભરૂચ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પેહલા AIMIM ના નેતા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને AIMIM ના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે ચૂંટણી સંદર્ભે BTP MLA છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા સાથે એમના નિવાસ્થાને ઔપચારિક મુલાકાત કરી રણનીતિ મુદ્દે ચર્ચાઓ કરી હતી.

આ મુલાકાત દરમિયાન BTP MLA છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, દેશ ભલે આઝાદ થયો પણ SC, ST, OBC અને મુસ્લિમોને આઝાદી મળી જ નથી. અમે અગાઉ કોંગ્રેસ અને બીજેપી સાથે ગઠબંધન કર્યું પણ આદિવાસી સમાજનું કોઈ ભલું થયું જ નહિ.AIMIM ના અસદુદ્દીન ઓવૈસી દેશમાં બંધારણ માટે લડે છે એટલે જ અમે એમની સાથે ગઠબંધન કર્યું છે.

ભાજપ સરકારે આદિવાસીઓના હક, અધિકારો નથી આપ્યા. ઈકો સેન્સિટિવ ઝોન કાયદો બનાવી નર્મદા જિલ્લાના 121 ગામોના આદિવાસીઓની જમીન પણ છીનવી લેશે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં પણ 17 ગામોની જમીન સરકારે છીનવી લીધી. ભાજપ સરકાર આદિવાસીઓને આતંકવાદી અને નક્સલવાદી બનાવી દે છે, ભાજપ-કોંગ્રેસ મુક્ત ગુજરાત એ અમારા ગઠબંધનનો નારો છે. અમે AIMIM ના નેતાઓ સાથે બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચાઓ કરીશું. આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ BTP-AIMIM સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે.

AIMIM ના નેતા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદના MP ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો અવાર-નવાર હૈદરાબાદ આવીને અસદુદ્દીન ઓવૈસીને કેહતાં હતા કે ગુજરાતમાં AIMIM એ આવવું જોઈએ, હવે એ યુવાનોની ઈચ્છા પૂર્ણ થશે. છોટુભાઈ વસાવા અને અસદુદ્દીન ઓવૈસીએ રાજનીતિ ઓછી પણ સેવા વધારે કરે છે અને હંમેશા સંવિધાનની વાત કરે છે એટલે આ ગઠબંધન થયું છે.

ગુજરાતની રાજનીતિમાં પેહલાં ફક્ત કોંગ્રેસ-ભાજપ એમ 2 જ ખેલાડી હતા એટલે લોકો પણ બન્નેવમાંથી એક પાર્ટીને મત આપતા હતા. પણ હવે BTP-AIMIM નવા વિકલ્પના રૂપમાં આવ્યું છે. અમારું તાકતવર જોડાણ હશે. લોકોના પ્રશ્ન હલ કરવા અમારી પ્રાથમિકતા રહેશે. અમારી પાર્ટીના આવવાથી કોને ફાયદો થશે કે કોને નુકશાન જશે એની સાથે અમારે કોઈ લેવાં-દેવાં નથી. અમે તો અમારા ફાયદા માટે ગુજરાત આવ્યા છે. અમારો ફાયદો એટલે અત્યાર સુધી SC, ST, OBC અને માયનોરિટીને જે પાછળ રાખ્યા એમને આગળ કરવા એ જ અમારો ફાયદો એમ જણાવ્યું હતું.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: