
કરજણ
અર્બન હેલ્થ સેન્ટર કરજણ ખાતે સગર્ભા બહેનો માટે જરૂરી એવા લોહીના રિપોર્ટસ માટે ખાસ શિબિર યોજાઈ હતી. શિબિરમાં લોહીના વિવિધ રિપોર્ટ્સ જેવા કે હિમોગ્લોબિન પ્રોફાઈલ, થાઈરોઈડ, સિકલસેલ એનીમિયા, થેલેસેમિયા, વિટામિન B12, ફોલિક એસિડ, કેલ્શિયમ, D3, ટ્રિપલ માર્કર વગેરે વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.
અંદાજે 50 થી વધુ સગર્ભા બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો. અર્બન હેલ્થ સેન્ટરના નર્સ બહેનોએ આ કેમ્પમાં સેવા પ્રદાન કરી હતી.
રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, કરજણ.