કરજણના દેથાણની સામુહિક દુષ્કર્મ અને હત્યાની પીડિતાને કોંગી અગ્રણીઓએ અર્પી શ્રદ્ધાંજલિ

પીડિતાના પરિજનો સાથે મુલાકાત કરી નરાધમોને ફાંસીની સજા આપવાની કોંગ્રેસ દ્વારા કરાઈ માંગ

255
Congress Leaders Pay Tribute to Victim of Rape and Murder at Karjan-suratheadlines

કરજણ
કરજણ તાલુકાના દેથાણ ગામની પીડિત મહિલાના પરિવારજનોની કરજણ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓએ મુલાકાત લઈ સાંત્વના આપી હતી અને કસૂરવારોને સખ્ત સજા માટેની માંગ કરી હતી.

તારીખ ૧૬ મી ઓગસ્ટના રોજ કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની જઘન્ય ઘટનાના સમગ્ર વડોદરા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. તેમજ ઘટનામાં સંડોવાયેલા નરાધમોને સખતમાં સખત સજાની માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ પીડિત મહિલાના પરિવારજનોની મુલાકાતે કરજણ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ મુબારક પટેલ, પીન્ટુ પટેલ તેમજ અભિષેક ઉપાધ્યાય આવ્યા હતા. પીડિત મહિલાના પરિવારની મુલાકાત લઈ પીડિત મહિલાની તસવીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના આપી હતી.

અભિષેક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, દેથાણ ગામની સીમમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. ઘટનાને સખત શબ્દોમા વખોડી કાઢી હતી. તેઓએ ઘટનામાં સંડોવાયેલા નરાધમોને ફાંસીની સજાની માંગ કરી હતી.

Congress Leaders Pay Tribute to Victim of Rape and Murder in Karjan-suratheadlines

પીડિતાના ભાઈએ મુકેશ ગોહિલે કરજણ પોર શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ પર પીડિતાના પરિવારજનોને ન તો કોઈ પણ જાતની સહાય તેમજ ન તો ખબર અંતર પૂછ્યાના આક્ષેપો કર્યા હતા.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, કરજણ.

Share This: