
વડોદરા
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સિમળી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા ટ્રેક્ટર ચાલકનું મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સિમળી પાસેથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ કેનાલમાં ટ્રેકટર ખાબકતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ટ્રેક્ટર ચાલક હિતેશ પટેલ જ્યારે ખેતરેથી પરત ફરી રહ્યો હતો. ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકટોળાં ઉમટયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ટ્રેક્ટર ને જે.સી.બી મશીનની મદદથી બહાર કાઢયું હતું. ઘટનામાં ટ્રેકટર ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પી.એમ.અર્થ મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. વધુ તપાસ શિનોર પોલીસ ચલાવી રહી છે.
રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, વડોદરા.