હવે બદલાશે ગુજરાત : અરવિંદ કેજરીવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે દિલ્હીના CM કેજરીવાલ ગુજરાત પ્રવાસે

116
Delhi CM Kejriwal Will Be Visit Gujarat Amid Assembly Elections-suratheadlines

અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ધઘાટન કરવા કેજરીવાલ આવશે ગુજરાત,

ગઈ કાલે જ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનોની યોજાઈ હતી બેઠક,

અમદાવાદ
ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 3 દિવસીય પ્રવાસે ગુજરાત આવ્યા છે. તો ગઈ કાલે જ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. તેવામાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ 1 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

રાજ્યમાં વિધાનસભા 2022 ની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 25 વર્ષથી શાસન કરી રહેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 3 દિવસીય ગુજરાત પ્રવાસે છે. તો ચૂંટણી પૂર્વે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજ એક મંચ ઉપર આવ્યા છે.

વિધાનસભા 2022 ની ચૂંટણી પૂર્વે દરેક રાજકીય પક્ષ અત્યારથી કમર કસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી પણ જોશમાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 1 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન માટે કેજરીવાલ 14 મી જૂન સોમવારના રોજ અમદાવાદના નવરંગપુરામાં ખાતે આવશે.

Gujarat Will Change Now-Arvind Kejriwal-suratheadlines

ગુજરાત પ્રવાસ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્વીટરના માધ્યમથી અરવિંદ કેજરીવાલે ગુજરાતી ભાષામાં ટવીટ કરી જણાવ્યું છે કે, હવે બદલાશે ગુજરાત. ગુજરાતના ભાઈ-બહેનોને મળવા આવતી કાલે તેઓ ગુજરાત આવી રહ્યાં છે તેમ તેમને જણાવ્યું હતું.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, અમદાવાદ.

Share This: