પંચમહાલ જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું કરાયું પ્રસ્થાન

રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારે લીલી ઝંડી આપી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

57
Departure of Atmanirbhar Gram Yatra in Panchmahal District-suratheadlines

ગામડું એ ભારત દેશનો ધબકાર છે, ત્યારે રાજ્યનાં ગામડાં પણ ધમધમતાં થાય તે માટે આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી ગ્રામીણ સ્તરે વિકાસની ગતિ વધારે વેગવંતી બનશે : રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર,

પંચમહાલ
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાનાં અવસરે યોજાઈ રહેલ ‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલ આત્મનિર્ભર ગ્રામ યાત્રા અન્વયે પંચમહાલ જિલ્લાનો કાર્યક્રમ ગોધરા તાલુકાના ત્રિમંદિર, ભામૈયા ખાતેથી આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારના વરદ્હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંગલદીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ મંત્રી અને મહાનુભાવોએ લીલી ઝંડી આપી પરિભ્રમણ માટે આત્મ નિર્ભર ગ્રામ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર યાત્રાની શરૂઆત કરાવતાં મંત્રી નિમિષાબેન સુથાર એ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની યોજનાના લાભ પહોંચાડવા માટે આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય સ્તર સુધી પહોંચી છે. ત્યારે ગામડું એ ભારત જેવા દેશનો ધબકાર છે. ત્યારે રાજ્યનાં ગામડાં પણ ધમધમતાં થાય તે માટે આત્મનિર્ભર યાત્રા થકી ઉપયુક્ત બની રહેશે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકર કરવા તેમજ પુજય મહાત્મા ગાંધીજીના ભારતનો આત્મા ગામડું છે ત્યારે ગામડાઓમાં પણ શહેરો જેવી શિક્ષણ, રસ્તા,પાણી અને આરોગ્ય સુવિધાઓ વિકસાવી સાચા અર્થમાં ગામડાઓને આત્મનિર્ભર કરવામાં આ યાત્રા મહત્વની ભુમિકા નિભાવશે. અગાઉ લોકોએ સુવિધાઓ માટે માંગણી કરવી પડતી હતી. પરંતુ અમારી સરકાર તો સામેથી લોકોના દ્વારે પહોંચીને વિવિધ યોજનાકીય લાભો આપી રહી છે. ગ્રામજીવન પણ ચેતનવંતુ બને તે માટે આરોગ્ય, ગ્રામવિકાસ, કૃષિ, વન, પર્યાવરણ, સિંચાઈ જેવા વિભાગોના સંકલન દ્વારા લોકોની સમસ્યાઓનું નિરાકરણ તેમના ધર આંગણે જ કર્યુ છે.

આજથી શરૂ થયેલ જિલ્લા કક્ષાની આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત વિવિધ વિભાગોના વિકાસલક્ષી ૨૫૮૮ કામોના લોકાર્પણો, ખાતમુહૂર્ત તેમજ ૯૧૬૦ જેટલા લાભાર્થીઓને રૂા. ૧૧૩.૧૧ કરોડના લાભ થવાનો છે. જેનાથી ગ્રામીણ સ્તરે વિકાસની ગતિ વધારે વેગવંતી બનશે.

મોહસીન દાલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, પંચમહાલ.

Share This: