પાલેજ ગ્રામ પંચાયત ખાતે યોજાઈ સર્વ રોગ નિદાન શિબિર તથા ઈ-શ્રમ ગ્રામ કાર્ડ કાર્યક્રમ

51
Diagnosis Camp and E-Shram Gram Card Program Held at Palej-suratheadlines

ભરૂચ
પાલેજ ગ્રામ પંચાયત ખાતે સર્વ રોગ નિદાન શિબિર તેમજ ઈ-શ્રમ ગ્રામ કાર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેનો લાભાર્થીઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.

Diagnosis Camp and E-Shram Gram Card Program Was Held at Palej-suratheadlines

ભરૂચ જિલ્લાના પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ આર્યુવેદ શાખા ભરૂચ જિલ્લા પંચાયત આયોજિત પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે સર્વ રોગ નિદાન શિબિર તેમજ ઈ-શ્રમ ગ્રામ કાર્ડ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તબીબો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો. ત્યારબાદ હાજર તબીબોએ રોગ નિદાન માટે આવેલા દર્દીઓને તપાસી જરૂરી વિનામુલ્યે દવાઓ આપી હતી.

સર્વ રોગ નિદાન શિબિર સાથે સાથે ઈ-શ્રમ ગ્રામ કાર્ડ માટે આવેલા લાભાર્થીઓને ઈ-શ્રમ ગ્રામ કાર્ડ બનાવી આપ્યા હતા. સર્વ રોગ નિદાન શિબિરમાં સરકારના દસ નિષ્ણાંત આયુર્વેદિક અને હોમિયોપેથીક તબીબોએ તબીબી સેવાઓ પ્રદાન કરી હતી. ઉપરોક્ત કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક નગરજનોએ ભાગ લીધો હતો.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: