ભૃગુ સેવા મંડળ ભરૂચ દ્વારા જરૂરીયાતમંદ છાત્રોને અભ્યાસલક્ષી વસ્તુઓનું કરાયું વિતરણ

77
Distribution of Study Items to Needy Students in Bharuch-suratheadlines

ભરૂચ
ભૃગુ સેવા મંડળ ભરૂચ દ્વારા જરૂરીયાતમંદ છાત્રોને અભ્યાસલક્ષી વસ્તુઓનું વિતરણ કરાયું હતું.

Distribution of Study Items to Needy Students at Bharuch-suratheadlines

ભૃગુ સેવા મંડળ ભરૂચ દ્વારા રોકડીયા હનુમાન મંદિર કસક ભરૂચ ખાતે જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ અર્થે જરૂરી એવા ધોરણ ૩ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ડાયરી (મોટા ચોપડા) નોટબુક, બોલપેન, પેન્સિલ, રબર તથા શિશુ અને ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીને નોટબુક પેન્સિલ અને રબરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૭૦ થી વધુ બાળકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

કાર્યક્રમ ભૃગુ સેવા મંડળના પ્રમુખ કિરણભાઈ પરમાર, ઉપપ્રમુખ રશ્મિ બેન ભિમડા, ખજાનચી કલ્પેશભાઈ પટેલ તથા સલાહકાર અને મંડળના ઉત્સાહી એવા પ્રવીણભાઈ, દક્ષાબેન લીબચિયા, મનીષા બેન રાણા, ભાવેશભાઈ સેજલિયા, અમીષા બેન પ્રજાપતિ તમામ સભ્યોએ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: