ભરૂચમાં કોરોના વેકસીન મુદ્દે ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયું

197
Door-to-Door Survey Was Started in Bharuch-suratheadlines

ભરૂચ
ભરૂચ શહેર અને તાલુકા તેમજ જિલ્લા સ્તરે સર્વેની કામગીરી પૂર જોશમાં તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ વેકસીન મુદ્દે સારા સમાચાર આવ્યા બાદ હવે કોરોના વેક્સીનનાં વિતરણ અંગે તંત્રમાં રણનીતિ તૈયાર થઈ ગઈ છે. આ સર્વેમાં અલગ-અલગ ટીમો ઘરે-ઘરે ફરી નામ નોંધણી સહિત ઘરના કોઈ સભ્ય કે વડીલને કોઈ બીમારી છે કે કેમ તે અંગેની વિગતો લેવામાં આવી રહી છે.

આ વિગતો બાદ જે-તે વિસ્તારમાં વેક્સીન વિતરણની પક્રિયા શરૂ થશે ત્યારે સ્થળ પર પહોંચી તેઓને વિતરણ કરવામાં આવશે. હાલનાં જિલ્લામાં તેમજ તાલુકા લેવલે અને અર્બન વિસ્તાર સહિત શહેરી વિસ્તારમાં હેલ્થ વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યા છે.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: