IGNDPS હેઠળ રાજ્યના દિવ્યાંગોને દર મહિને નાણાકીય સહાય, જાણો શું છે શરતો..

46
Financial Assistance to The Disabled of Gujarat Under IGNDPS-suratheadlines

સુરત
ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ હેઠળ ૧૮ થી ૭૯ વર્ષની વય જુથના દિવ્યાંગ અરજદાર વ્યક્તિને માસિક રૂપિયા ૬૦૦ લેખે સહાય મળે છે. ૮૦ ટકા કરતાં કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવતી વ્યકિતને લાભ મળે છે.

લાભાર્થી ગ્રામ્ય વિસ્તાર માટે બી.પી.એલ. યાદીમાં ૨૦ સુધીનો સ્કોર તથા શહેરી વિસ્તાર માટે શહેરી વિકાસની ગાઈડલાઈન મુજબ લાભાર્થી ગુણાંક ધરાવતા બી.પી.એલ. લાભાર્થીઓને મળે છે. ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું દિવ્યાંગ ઓળખપત્ર ધરાવતા હોવા જોઈએ.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: