લખનઉથી મુસાફરો લઇ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું પ્રથમ ઘરેલુ પ્લેન

મુસાફરોએ ૧૪ દિવસ સુધી લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે

219

અમદાવાદ
આજથી અમદાવાદ એરપોર્ટ કાર્યરત થયું છે. સવારે ૬ વાગ્યાથી માત્ર ડોમેસ્ટિક ઓપરેશન શરૂ થઈ ગયા છે. એરપોર્ટ પર મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. અને મુશ્કેલી ન પડે તે માટે હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યો છે. ડોમેસ્ટિક વિમાની સેવા દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા કોરોનાના કોઈ જ લક્ષણો નહીં ધરાવતા પ્રવાસીઓ સીધા જ ઘરે જઈ શકશે.

આવા મુસાફરોએ ૧૪ દિવસ સુધી લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે. જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે. રાજ્ય કે રાષ્ટ્રની હેલ્પલાઇન ૧૦૪ કે ૧૦૭૫ પર પણ રાજ્યના આવેલા મુસાફરો સંપર્ક કરી શકશે. લેટેસ્ટ મળેલી માહિતી મુજબ પહેલુ પ્લેન લખનઉથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું અને ત્યારબાદ બેંગલુરુથી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર ફલાઇટ આવી પહોંચી છે.

અમદાવાદ એરપોર્ટ પર પહેલુ પ્લેન લેન્ડ થયું. લખનઉથી આવેલા આ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોમાં ખુશી જોવા મળી. તેમણે એરપોર્ટ પર અપાયેલી તમામ સુવિધાઓને લઈને સંતોષ વ્યક્ત કર્યો. મુસાફરો પોતાના ઘરે પહોંચી શકે તે માટે ટેક્સીઓ પણ એરપોર્ટ પહોંચી છે.

Share This: