બહેરામપુરાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર સિરાઝખાન પઠાણ કોરોનાગ્રસ્ત

263

અમદાવાદ,
અમદાવાદમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધતી જાય છે અને નેતાઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા બદરુદ્દીન શેખના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવતાં બંને અત્યારે સારવાર હેઠળ છે ત્યારે હવે કોંગ્રેસના વધુ એક નેતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

બહેરામપુરાના પૂર્વ કાઉન્સિલર સિરાઝખાન પઠાણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સિરાઝખાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. સિરાઝખાન પઠાણના ભાઈ હાલ બહેરામપુરા વિસ્તારના કાઉન્સિલર છે. સિરાઝખાન ઓક્ટ્રોય કમિટી ચેરમેન પણ રહી ચૂકયા છે. બહેરામપુરા કોરોનાવાયરસના નવા હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. બહેરામપુરામાં વધતા જતા કોરોનાવાયરસના ચેપના કેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ચિંતાનો વિષય બન્યા છે.

Share This: