રાજપારડી પાસે ભેંસો ભરીને જતી ચાર ટ્રકો ઝડપાઈ

62
Four Trucks Carrying Buffaloes Were Seized Near Rajpardi-suratheadlines

ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ નજીક નેત્રંગ રોડ પર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ભેંસો ભરીને જતી ચાર ટ્રકો પકડી પાડી હતી. રાજપારડી પોલીસ સ્ટેશનમાંથી જણાવ્યા અનુસાર ગઈ કાલે રાતના પોલીસ નેત્રંગ તરફના રોડ પર વોચ તપાસમાં હતા. ત્યારે ચાર ટ્રકો શંકાસ્પદ હાલતમાં તાડપત્રી બાંધેલી જોવામાં આવતા આ ચાર ટ્રકોમાં ભેંસો અને પાડિયા ભરેલાં જણાયા હતા.

પોલીસે ચાર ટ્રકોમાં ભરીને લઈ જવાતી કુલ ભેંસો નંગ ૩૬ જેની કિંમત રૂપિયા ૩,૬૦,૦૦૦, પાડી કુલ નંગ ૯ જેની કિંમત રૂ.૧૮,૦૦૦ અને ચાર ટ્રકો કુલ કિંમત રૂ.વીસ લાખની મળીને કુલ મળીને ૨૩,૭૮,૦૦૦ નો મુદ્દામાલ કબજે લઈને ચાર ઈસમો મહેબુબ રસુલ મલેક રહે. ભરૂચ, હનીફઅલી મારવાડી રહે. ભરૂચ, બાબુભાઈ ચંદુભાઇ તડવી રહે. મકતમપુર ભરૂચ અને યુસુફ મહમદ પટેલ રહે. ભરૂચની અટકાયત કરી હતી.

પોલીસે ટ્રકોમાં ખીચોખીચ ભરીને તેમજ ઘાસચારા કે પાણીની સગવડ વિના દોરીથી બાંધેલા પશુઓને મુક્ત કરાવીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રી દરમિયાન એક ભેંસનુ મોત થયુ હતું.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: