ભરૂચમાં શિક્ષક દિન નિમિત્તે યોજાયો ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એંડ ટ્રોમા સેંટરના સહકારથી કરાયું આયોજન

208
Free Medical Checkup Camp Held on Teachers Day in Bharuch-suratheadlines

ભરૂચ
શિક્ષક દિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એંડ ટ્રોમા સેંટરના સહકારથી મુન્શી ટ્રસ્ટના કર્મચારીઓ માટે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જુદી-જુદી શાળાઓ અને કોલેજોમાં શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક કાર્ય 05 તાસ સુધી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સાંસ્ક્રુતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એંડ ટ્રોમા સેંટરના સહકારથી મુન્શી ટ્રસ્ટના કર્મચારીઓ માટે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

Free Medical Checkup Camp Held on Teachers Day at Bharuch-suratheadlines

ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પમાં ફ્રી ડોક્ટર કન્સલ્ટેશન, ફ્રી સુગર (RBS) ચેક અપ, ફ્રી ECG ચેક અપ, ફ્રી આઈ ચેકઅપ, ફ્રી સ્ત્રી રોગોનું ચેકઅપ, ફ્રી ઓર્થોપેડિક ચેક અપ, ફિજિયો જેવી તબીબી સેવા ડો. ઈરફાન પટેલ, ડો. સુનિલ નાગરાની સાહેબ, ડો. સબીસ્તા પટેલ, ડો. સેતુ લોટવાલા અને ડો. યોગેશ રાણા દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી. જેનો લાભ મુન્શી ટ્રસ્ટના આશરે 300 જેટલા કર્મચારીઓએ લીધો હતો. આ ઉપરાંત મુન્શી ટ્રસ્ટે અગાઉ વેક્સિનેશનના કાર્યને સફળ રીતે પૂર્ણ કર્યું હતું.

કાર્યક્રમના અંતમાં મુન્શી ટ્રસ્ટના સભ્યો અને કારોબારી સભ્યો દ્વારા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એંડ ટ્રોમા સેંટરના ડોક્ટર્સ, નર્સો અને સહાયક સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી વર્ષોમાં ફરીથી મદદરૂપ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: