પાલેજની યુવતી કોલેજ તથા ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ લેવલે ઉત્તીર્ણ થઈ

યુવતીએ ઉત્તીર્ણ થઈ નગર તથા પરિવારનું નામ રોશન કર્યું

54
Girl of Palej Passed at Top Level in College and Gujarat University-suratheadlines

ભરૂચ
ભરૂચ જિલ્લાના પાલેજના એસકે નગર વિસ્તારની યુવતીએ કોલેજ તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ લેવલે ઉત્તીર્ણ થઈ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી નગર તથા પરિવારનું નામ રોશન કર્યું હતું. પાલેજ નગરના એસ કે નગર-૨ પાસે આવેલી આયશા મસ્જિદની સામે રહેતી નમીરાબાનું ઈમરાન ખાન પઠાણ ભરૂચની લક્ષ્મીનારાયણ કોલેજમાં અભ્યાસ કરતી હતી.

યુવતીએ સમગ્ર કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ લેવલે પાસ થતા તેણી ગોલ્ડ મેડલ માટે સિલેક્ટ થઈ હતી. નમીરા બાનુને ગાંધીનગર ખાતે યોજાયેલાં વાર્ષિક કોન્વોકેશનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ફાર્મસીમાં ટોપર થવા બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી છે.

પાલેજ ગ્રામ પંચાયત તરફથી આવનાર 26 મી જાન્યુઆરીના રોજ બુનિયાદી કુમારશાળામાં તેણીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે અને સાથે-સાથે પાલેજ ગ્રામ પંચાયતના સરપંચ નસીમબાનુંના હસ્તે તેણીને સાલ ઓઢાવી તથા પુષ્પગુચ્છથી તેમનું સન્માન કરવામાં આવશે. એમ જાણવા મળ્યું છે. નમીરા બાનુએ સમગ્ર પાલેજ નગરનું નામ રોશન કરેલ હોય તેણી તથા તેના માતા-પિતા તથા પરિવારને ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સલીમ વકીલે અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: