ગુજરાત ATSએ ૫૦ હથિયારો સાથે કરી ૧૩ લોકોની કરી ધરપકડ

રાજ્યના પાંચ જિલ્લામાં ગેરકાયદે હથિયાર રાખવાના નેટવર્કનો પર્દાફાશ

8

ગાંધીનગર
ગુજરાત એટીએસને આજે વધુ એક મોટી સફળતા મળી છે. આજે ગુજરાત એટીએસએ વધુ ૫૦ વિદેશી હથિયાર જપ્ત કર્યા છે. ગત અઠવાડિયે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દરોડા પાડી ૫૪ વધુ હથિયાર જપ્ત કરી ૯ આરોપીની ધરપકડ કર્યા બાદ તાજેતરમાં વધુ ૫૦ હથિયારો સાથે ૧૩ આરોપીઓની ધરપકડ કરી છે. નેપાળથી આવેલા હથિયાર અંગે તપાસ ચાલુ છે. આ ઘટનામાં તરૂણ ગુપ્તા સિવાય હથિયાર કોણ એસેમ્બલ કરતુ હતુ તેની તપાસ હાથ ધરી છે.

ગુજરાત એટીએસએ આજે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા છે. અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગાન હાઉસના માલિક તરુણ ગુપ્તાની પણ ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી હતી. ગુજરાત એટીએસે અમદાવાદ સહિત રાજ્યના પાંચ જિલ્લામાં ગેરકાયદે હથિયાર રાખવાના નેટવર્કનો પર્દાફાશ કરી ૫૦ ગેરકાયદે વિદેશી અને ભારતીય બનાવટનાં હથિયાર કારતૂસ સાથે ૧૩ આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા નવ દિવસથી એટીએસની ટીમો અમદાવાદ સહિત કચ્છ મોરબી ભાવનગર અને અમરેલીમાં વિવિધ સ્થળે દરોડા પાડી રહી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ ૫૦ જેટલા ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટનાં હથિયારો કબજે લેવામાં આવ્યાં છે.

એટીએસની ટીમે આ મામલે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસેથી મુસ્તાક ગુલ મોહમ્મદ બલોચ (ઉં. વ. ૪૨, વાંકાનેર)ને લોડેડ રિવાલ્વર તથા ચાર કારતૂસ સાથે તેમ જ વાહિદખાન અશરફખાન પઠાણ (ઉ.વ. ૩૩, ગામ કોઠ ગાંગડ, બાવળા)ને એક પિસ્તોલ તથા ચાર જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો છે.

Share This: