ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોણ છે ?, જાણો…

130
Gujarat-Bhupendra Patel Is The New Chief Minister of State-suratheadlines

ગાંધીનગર
વિજય રૂપાણીના અનપેક્ષિત રાજીનામાના એક દિવસ બાદ રવિવારે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં 59 વર્ષના અમદાવાદના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ ?
1. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ઘાટલોડિયાથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. જેમણે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના શશીકાંત પટેલ સામે 1 લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. જે તે વર્ષે સૌથી વધુ માર્જિન છે.

2. ભૂપેન્દ્ર પટેલ યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ કહેવાય છે. તેઓ પટેલ/પાટીદાર સમુદાયના છે. જેને ભાજપ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રીઝવવા આતુર છે.

3. ભૂપેન્દ્ર પટેલે ગવર્નમેન્ટ પોલીટેકનિક અમદાવાદમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે અને 2017 ના ચૂંટણી પેપરમાં રૂ. 5 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી.

4. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, વિજય રૂપાણીના બહાર નીકળ્યા બાદ મુખ્ય દાવેદારોમાં યાદીમાં ન હોવાથી ભૂપેન્દ્ર પટેલ પાર્ટીનો આશ્ચર્યજનક નિર્ણય હતો.

5. ભૂપેન્દ્ર પટેલ ભૂતકાળમાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન રહી ચૂક્યા છે અને અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ગાંધીનગર.

Share This: