રાજ્યમાં આવતીકાલથી ધો. ૧ થી ૫ ના વર્ગો થશે શરૂ : આ નિયમોનું પાલન રહેશે જરૂરી…

સુરત ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી જાહેરાત

58
Gujarat-Classes of Std. 1 to 5 Will Start From Tomorrow in The State-suratheadlines

કોરોનાની નિયત SOPનું કરાશે ચુસ્ત પાલન,

જે વાલીઓની સંમતિ હશે એ જ બાળકોને શાળામાં અપાશે શિક્ષણ,

બાળમંદિર અને આંગણવાડીના ભૂલકાઓના શિક્ષણ માટે ટૂંક સમયમાં કરાશે યોગ્ય નિર્ણય

સરકારી શાળાઓમાં આચાર્ય તથા ખાનગી શાળાઓમાં શાળા સંચાલકોએ સેનેટાઈઝેશન સાથેની જરૂરી વ્યવસ્થા સાથે તકેદારી રાખવાની રહેશે,

કોરોનાના કપરા કાળમાં છેલ્લા બે વર્ષથી બંધ રહેલી પ્રાથમિક શાળાઓ પુન: ધબકતી થઈ જશે : શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી,

સુરત
રાજ્ય સરકારે આજે પ્રાથમિક શાળાઓના ભૂલકાઓના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય લેતાં આવતીકાલ તા.૨૨ નવે.થી રાજ્યભરમાં સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના ધો. ૧ થી ૫ ના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય-ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એ માટે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આવતીકાલ તા.૨૨મી નવે.થી શાળાઓમાં ધો.૧ થી ૫ ના વર્ગો શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. બાળમંદિર અને આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણ માટે આગામી સમયમાં યોગ્ય નિર્ણય કરાશે.

Gujarat-Classes of Std. 1 to 5 Will Start From Monday in The State-suratheadlines

શિક્ષણમંત્રીએ સુરત ખાતે મીડિયાને માહિતી આપતા કહ્યું કે, શિક્ષણવિદ્દો, વિદ્યાર્થીઓની માંગણી અને લાગણી તેમજ હાલના કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને જોતાં શિક્ષણકાર્ય માટે વર્તમાન માહોલ અનુકુળ હોવાનું જણાય છે. બાળકોનું શિક્ષણ બગડે નહીં, અને ફરી એક વાર શિક્ષણયાત્રાનો નવેસરથી પ્રારંભ થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારના પરામર્શમાં રહી ભૂલકાઓના શિક્ષણકાર્યને પુન: વેગ આપવાનો નિર્ણય કરવાંમાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો થતા દિવાળી બાદના આવતીકાલ તા.૨૨મીથી શરૂ થતાં નવા સત્રથી ધો. ૧ થી ૫ ના વર્ગો શરૂ કરાશે. ભૂલકાઓના ભણતરની આ પહેલમાં શિક્ષણ વિભાગની સીધી નિગરાની રહેશે. નાનકડા બાળકોની કુમળી વયને નજર સમક્ષ રાખીને તમામ તકેદારીના પગલાંઓ સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે. બાળકની હાજરી મરજિયાત રહેશે, જે વાલીઓની સંમતિ હશે એમના બાળકોને જ શાળામાં શિક્ષણ અપાશે.

રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓએ નિયત એસઓપીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે અને સરકારી શાળાઓમાં આચાર્યોએ તથા ખાનગી શાળાઓમાં શાળા સંચાલકોએ સેનેટાઈઝેશન સાથેની જરૂરી વ્યવસ્થા ગોઠવવા સાથે વિશેષ તકેદારી રાખવાની રહેશે એમ શિક્ષણમંત્રી ઉમેર્યું હતું. તેમણે FRC ના નિયમોનું પાલન ન કરતી શાળાઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે એમ પણ જણાવ્યુ હતું.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: