પ્રથમ કેબિનેટ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો…

મંત્રીમંડળના મંત્રીઓ અને સચિવો અઠવાડિયાના પ્રથમ બે દિવસ સામાન્ય નાગરિકોને કાર્યાલયમાં મળશે

100
Important Decision of CM Bhupendra Patel in The First Cabinet Meeting-suratheadlines

આ બે દિવસો દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા મુખ્યમંત્રીએ મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકમાં આપી સૂચના,

ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીઓએ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે. CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ તેમજ અધિકારીઓને આ બે દિવસો (સોમવાર અને મંગળવાર) દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના આપી છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અંગે વધુ વિગતો આપતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતેન્દ્ર વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમિયાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે. નાગરિકોને પોતાના કામકાજ માટે મંત્રીઓ અને અધિકારીઓને મળવામાં સરળતા રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીઓએ વધુમાં જણાવ્યું હતું કે, CM ભુપેન્દ્ર પટેલે આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરવાની પણ સૂચનાઓ આપી છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ગાંધીનગર.

Share This: