અનુસૂચિત જનજાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય

તબીબોને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા ૪ ટકાના વ્યાજ દરે લોનની સહાય

55
Loan Assistance to Scheduled Tribes Doctors to Start Business-suratheadlines

સુરત
આપણા દેશમાં ઐતિહાસિક કાળથી તબીબોને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન પણ તેમના સેવાભાવી વલણે આ દરજ્જાને પુરવાર કરતા સમગ્ર દેશ તેમજ સરકાર દ્વારા તેમને યોગ્ય સન્માન આપવામાં આવ્યું છે. આવા સેવાભાવી તબીબોને આત્મનિર્ભર તેમજ આર્થિક સહાય આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી છે. જેમાં અનુસૂચિત જનજાતિના મેડિકલ ડિગ્રી મેળવેલા ડૉક્ટરો માટે સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા લોન સહાયની યોજના વર્ષ ૨૦૦૦-૦૧થી ગુજરાત આદિજાતિ વિકાસ નિગમને તબદીલ કરવામાં આવી છે.

યોજના હેઠળ અનુસૂચિત જનજાતિના મેડિકલ ડિગ્રી ધરાવતા રજિસ્ટર પ્રેક્ટિશનરને લાભ ઉપરાંત છેવાડાના આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનું ખોલનારને અગ્રતા આપવામાં આવે છે. યોજના હેઠળ મહત્તમ વાર્ષિક મર્યાદા રૂ।.૪,૨૦,૦૦૦ ની રહેશે તેમજ ધિરાણની મર્યાદામાં રૂ।.૨૫,૦૦૦ લોન ૪,૦૦૦ વ્યાજનો દર ૪% રહેશે.

યોજનાની મર્યાદા અનુસાર અરજદારે પોતાનું સ્વતંત્ર દવાખાનું શરૂ કરવાનું રહેશે. કોઈ અન્ય વ્યક્તિ સાથે ભાગીદારી કરી શકાય તેમ નથી. આદિવાસી વિસ્તારના અરજદારોએ જે-તે વિસ્તારના પ્રાયોજના વહીવટદાર અને બિન આદિજાતિ વિસ્તારના અરજદારે મેનેજિંગ ડિરેક્ટર આદિજાતિ વિકાસ નિગમ ગાંધીનગરને અરજી કરવાની રહેશે. લોન મંજૂર કર્યા પછી ૧૨ માસ બાદ માસિક હપ્તાની વસૂલાત કરવામાં આવશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: