ભરૂચમાં કસક ગરનાળાને પહોળું કરાતાં કસક વિસ્તારનાં સ્થાનિકોનો વિરોધ

89
Locals Protest Against Widening of Kasak Garnala in Bharuch-suratheadlines

ભરૂચ
ભરૂચ ખાતે કન્સ્ટ્રકશન ઓફ ફોર લેન બ્રિજ વિથ અપ્રોચીઝ અક્રોસ રીવર નર્મદા, નીયર ગોલ્ડન બ્રિજ ઓન ઓલ્ડ એન.એચ નં.08 થી વધારાની કામગીરીમાં કસક ગળનાળાને પહોળો કરવાની જરૂરિયાતને કારણે કસક અંડરપાસમાંથી વાહન વ્યવહાર બંધ કરવો પડે તેમ છે. જેને કારણે વાહન વ્યવહાર બંધ કર્યા બાદ જ કામગીરી થવી શક્ય છે તેથી તા.૧૧/૦૯/૨૦૨૧ થી તા.૨૫/૦૯/૨૦૨૧ સુધી દિન-૧૫ માટે કસકનાળાને બંધ કરવામાં આવ્યું છે. તેથી વડોદરા અને સુરત બંને તરફનો રુટ બહાર પાડવો પડે તેમ છે. જેથી રુટને ડાયવર્ઝન આપવામાં આવશે જે આજ રોજ થઈ રહેલ હાલાકીને પગલે કસક ગળનાળાના આસપાસના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ દરમિયાન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રણા, સમસાદઅલી સૈયદ, વિક્કી શોખી ઉપસ્થિત રહી પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કસક સર્કલ થઈ શીતલ સર્કલથી કોલેજ રોડ થઈ ભોલાવ ઓવર બ્રિજથી શક્તિનાથ તરફ તેમજ પોલિટેકનીક કોલેજથી સ્ટેશન સર્કલ તરફ જઈ શકાશે. તે સહિત નર્મદા ચોકડીથી એ.બી.સી. સર્કલ થઈ અંકલેશ્વર તરફ જતો વાહન વ્યવહાર નવા ચાર માર્ગીય પુલ પર થઈને અંકલેશ્વર જઈ શકાશે. કસક સર્કલથી કસક અંડરપાસમાંથી જૂના ભરૂચ સીટી તરફ જતાં ટ્રાફિક વૈકલ્પિક રુટ તરીકે કસક સર્કલથી શીતલ સર્કલ થઈને કોલેજ તરફથી આગળ આવતા ભોલાવ પુલ પરથી થઈને શક્તિનાથ સર્કલથી સીટી તરફ જઈ શકાશે.

સાથે જ કસક સર્કલથી કસક અંડરપાસમાંથી સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ આવતો રસ્તો સદર કામગીરી દરમિયાન ચાલુ રાખવામાં આવનાર હોવાથી સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ ફકત ટુ વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ફકત ઈમરજન્સી વાહનો જઈ શકશે અને કસક સર્કલથી સ્ટેશન સર્કલ તરફ વાહનો જઈ શકશે નહિ. જે અંગે જિલ્લા મેજીસ્ટ્રેટએ હુકમ કર્યો હતો પરંતુ ગરનાળાને પહોળું કરવામાં કસકમાં અવરજવર માટેનો વર્ષો જૂનો રસ્તો કાયમી ધોરણે બંધ કરવા સામે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને કારણે કામગીરીમાં ઘણો મુશ્કેલીઓ અને અટકળો ઊભી થવા પામી હતી.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: