ભરૂચમાં આમ આદમી પાર્ટીની યોજાઈ ચૂંટણીલક્ષી મીટીંગ

ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાજેશ શર્માની અધ્યક્ષતામાં યોજાઈ મીટીંગ

93
Meeting of Aam Aadmi Party Was Held in Bharuch-suratheadlines

ભરૂચ
આગામી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વિવિધ રાજકીય પક્ષઓએ પોતાની કમર કસી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ તૈયારીના ભાગરૂપે કાર્યકરો સાથે સંકલન અને મિટિંગોનો દોર શરૂ કરી કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ આદમી પાર્ટીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પોતાનું ખાતું ખોલી રાજ્યમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવી રાજકીય ગરમાટાના દર્શન જનતાને કરાવ્યા છે.

Meeting of Aam Aadmi Party Held in Bharuch-suratheadlines

ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ વિવિધ જિલ્લામાં પોતાના કાર્યકરોને અને પક્ષને મજબૂત બનાવી ઉમેદવારો અને કાર્યકરો સાથે સંકલન અને મિટિંગોનો દોર શરૂ કરી ભરૂચ જિલ્લામાં પણ આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સાથે રાજપુત છાત્રાલય ખાતે ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાજેશ શર્માની અધ્યક્ષતામાં સંગઠનલક્ષી મીટીંગ યોજી હતી.

Meeting of Aam Aadmi Party Was Held at Bharuch-suratheadlines

મીટીંગમાં દિલ્હીથી ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાજેશ શર્મા, ભરૂચ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, સહ સંગઠન મંત્રી હરેશભાઈ જોગરાણા સહિત કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: