ભરૂચના આમોદમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીની બેઠક યોજાઈ

આમોદ નગરપાલિકાની ચૂંટણીને લઈ ચર્ચા-વિચારણા કરાઈ

51
Meeting of Bharatiya Tribal Party Was Held at Amod in Bharuch-suratheadlines

ભરૂચ
આમોદ નગરપાલિકાની ચૂંટણીને લઈ આમોદ ખાતે ભારતીય ટ્રાયબલ પાર્ટી જોર-શોરથી પ્રચારમાં લાગી પડી છે. જે અંતર્ગત આમોદ ઉવેશ પાર્ક ખાતે 1 મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મળતી માહિતી મુજબ થોડાં દિવસ પહેલાં કાકુજીની વાડી ખાતે થયેલ મીટિંગને લઈને BTP અને ઔવેસીની પાર્ટીને કોંગ્રેસના જિલ્લાના હોદ્દેદારોએ BTP ને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહી, આવા પક્ષને સીઝનમાં ફણગા ફૂટે છે અને પછી ખોવાઈ જાય છે તેવા આક્ષેપો કર્યા હતા.

મીટિંગમા આમોદ શહેર BTP પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા,અને કીધું હતું કે જો કોંગ્રેસમાં હીંમત હોય તો તેઓ આમોદ નગરમાં વિકાસના કામો પર વોટ માંગી બતાવે. આખા ગામમાં કોંગ્રેસે અંધારપટ કરી રાખ્યું છે. આખા ગામમાં સ્ટ્રીટ લાઈટોના ઠેકાણાં નહીં. જ્યાં ત્યાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાય છે. આમોદ નગર ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. 12 વર્ષોથી આમોદ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે અને 12 વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસે ફકત અને ફક્ત રોડ તોડો અને રોડ બનાવો સિવાય બીજો કોઈ વિકાસ કર્યો નહિ જે તમને ગામમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટના ધુમાડાં જ કાઢ્યા છે. કોઈ એક પણ આમોદ નગરપાલિકાનું એવું કામ નહીં જેને જોઈને આમોદ નગરની કહી શકે કે આમોદ નગરપાલિકાએ આ એક કામ સારૂ કર્યું છે. એવા ગંભીર આક્ષેપો કર્યા હતા.

વધુમાં આમોદ નગરમાં બનેલ શોપિંગ સેન્ટર વિશે પણ કહ્યું હતું કે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ બીજું શોપીંગ પણ આગળ બનાવેલ શોપિંગની જેમ મફતમાં લોકો જ વાપરવાના છે. એવા આક્ષેપો કર્યા હતા. આ સિવાય ઘણા બધા આક્ષેપો કર્યા હતાં. BTP ની ટીમ જનતા વચ્ચે જઈ આમોદમાં નગરપાલિકામાં એક મોટી પાર્ટી બનીને તમામ 6 વોર્ડમાં વધુમાં વધુ સીટ લાવીને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરી આગળ વધીશું. તેવું કહ્યું હતું.

મિટિંગમાં ઉપસ્થિત આમોદ શહેર BTP પ્રમુખ ટોસિદ ડેલાવાળા, માજી આમોદ તાલુકા પ્રમુખ વિષ્ણુ ભાઈ વસાવા, જિલ્લા લઘુમતી પ્રમુખ ઈલ્યાસ ભાઈ મન્સૂરી, આમોદ શહેર મહામંત્રી ત્રિભોવન ભાઈ સોલંકી, BTP ના આગેવાન બસીર ભાઈ પટેલ અને દરેક વોર્ડમાંથી આવેલ કાર્યકતા ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: