આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ : જાણો કળશ સ્થાપન કરવાનું શુભ મૂહૂર્ત

295

ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ આ અઠવાડિયામાં ૨૫ માર્ચ, બુધવારથી થઈ રહ્યો છે. બુધવારે મા દુર્ગાના પૂજાનો પ્રથમ દિવસ એટલે કે પહેલી નવરાત્રિ હશે. ૨૫ માર્ચના રોજ કળશ સ્થાપના કરવામાં આવશે. તેના બાદ આગામી નવ દિવસ સુધી માતાના વિવિધ રૂપોનું પૂજન કરવામા આવશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર મા દુર્ગા નાવડી પર સવાર થઈને આવનાર છે. માનું નૌકા વિહાર કરીને આવવું બહુ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ માતા નૌકા વિહાર પર સવાર થઈને આવે છે, તો સર્વસિદ્ધ યોગ બને છે.

આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ૯ દિવસની છે. એટલે કે, એક પણ દિવસ ઓછો નહિ. જ્યારે પણ ૯ દિવનસી નવરાત્રિ હોય છે, તેને શુભતા અને ખુશહાલીનું પ્રતિક માનવામા આવે છે.

૨૫ માર્ચ, બુધવારના દિવસે કળશ સ્થાપના કરવામાં આવશે. અભિજીત મુહૂર્ત દિવસમાં ૧૧.૩૬ વાગ્યે બપોરે ૧૨.૨૪ વાગ્યા સુધી રહેશે. આ વચ્ચે કળશ સ્થાપિત કરવાનું ઉત્તમ રહેશે. ચૈત્ર નવરાત્રિની સાથે હિન્દુ નવ વર્ષની શરૂઆત પણ થાય છે. આ દિવસે ગુડી પાડવો અને યુગાદી પણ મનાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિએ આ વર્ષે અનેક શુભ યોગ બની રહ્યાં છે. ૪ સર્વાશ સિદ્ધિ યોગ, ૫ રવિ યોગ, એક દ્વિપુષ્કર યોગ અને એક ગુરુ પુષ્ય યોગ બને છે.

વર્ષમાં બે વાર નવરાત્રિ આવે છે, જેમાં ચૈત્ર નવરાત્રિ ગરમીની સીઝનની શરૂઆતમાં આવે છે. તેમાં ઉપવાસ રાખીને માતાના ૯ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે.

Share This: