ભરૂચમાં પોલીસે કતલખાને લઈ જવાતી ૩૦ ભેંસો અને બે આઈશર ટેમ્પો ઝડપી પાડયા

56
Netrang Police Seized 30 Buffaloes In Bharuch-suratheadlines

ભરૂચ
નેત્રંગ પોલીસે કતલખાને લઈ જવાતી ૩૦ ભેંસો અને બે આઈશર ટેમ્પો ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઈ એન.જી પાંચાણી અને પોલીસકર્મીઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન અંકલેશ્વર તરફથી બે આઈસર ટેમ્પા નં-જીજે-૧૬-એવી-૭૩૪૮ અને જીજે-૦૬-બીટી-૬૧૧૧ ગેરકાયદેસર રીતે પશુઓને ભરી ડેડીયાપાડા તરફ જાય છે. તેવી બાતમી મળી હતી.

મળેલ બાતમીના પગલે નેત્રંગ ચાર રસ્તા ઉપર પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી બન્ને આઈશર ટેમ્પાને પકડી પાડી તપાસ હાથ ધરતા કુલ-૩૦ ભેંસો ખીચોખીચ દોરડા વડે બાંધી કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા મળી ન આવી હતી. જેમાં કુલ ભેંસ નંગ-૩૦ જેની કિંમત ૩ લાખ, આઈશર ટેમ્પા કુલ-૨ જેની કિંમત ૬ લાખ મળીને ૯ લાખના મદ્દુામાલ સાથે ચાર ઈસમોને પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા ઈસમોના નામો ઈમરાનભાઈ ઈસાકઅલી ડેમા ઉ.૩૧ રહે.મેસરાદ તા.કરજણ જી.વડોદરા, સલીમ ઈસ્માઈલ સિંધી ઉ.૩૪ રહે.વલણ તા,કરજણ જી.વડોદરા, મુસ્તાક ચિંતનશા દિવાન ઉ.૪૨ રહે. હલદરા તા.કરજણ જી.વડોદરા, ફારૂકભાઈ રસલુભાઈ ગરાસીયા ઉ.૩૨ રહે.વલણ તા.કરજણ જી.વડોદરા હોવાનું બહાર આવ્યું હતું.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: