પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

પાલેજ પોલીસ મથકના PI ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

46
Peace Committee Meeting Held at Palej Police Station-suratheadlines

ભરૂચ
આગામી મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઈન્સ્પેકટર બી. પી. રજ્યાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. મકરસંક્રાંતિ પર્વની કોમી એખલાસ તેમજ સોહાર્દ્ ભર્યા વાતાવરણમાં ઉજવણી થાય એ માટે પોલીસ ઈન્સ્પેકટર દ્વારા અપીલ કરાઈ હતી.

સાથે-સાથે હાલ ચાલી રહેલી કોરોના મહામારીના પગલે મકરસંક્રાંતિ પર્વ દરમિયાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરવા ખાસ અપીલ કરાઈ હતી. શાંતિ સમિતિ બેઠકમાં તાલુકા પંચાયત સદસ્ય મોહસીન પઠાણ, જફુર ખાન પઠાણ, ઈલ્યાસ ખાન પઠાણ, શૌકત ખાન પઠાણ, સરફરાઝ ઉઘરાદાર તેમજ નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: