ખાડામાં ભરૂચ કે ભરૂચમાં ખાડા ?, ખખડધજ રસ્તાઓ મુદ્દે વિપક્ષની રજૂઆત

વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને કરાઈ ખાસ રજુઆત

75
Pit in Bharuch or Bharuch in The Pit, Opposition's Application-suratheadlines

ભરૂચ
ભરૂચના ખખડધજ રસ્તાને લઈ વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી.

વરસાદના કારણે ભરૂચના મોટા ભાગના રસ્તા પર ખાડા પડ્યા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. જેથી વિરોધ પક્ષના સભ્યોએ નગરપાલિકામાં રજુઆત કરી હતી અને સાત દિવસમાં યોગ્ય નિરાકરણ નહિ આવે તો નગરપાલિકાની તાળાબંધી કરી વિરોધ પક્ષ આંદોલન કરશે. ભાજપના 27 વર્ષના શાસનમાં ભરૂચ ખાડામાં ઉતરી જવા પામ્યું છે. વાહનચાલકોને રોજ હાલાકી વેઠવાનો વારો આવે છે.

Pit in Bharuch or Bharuch in The Pit, Application of Opposition-suratheadlines

ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલ ચર્ચામાં ભરૂચ નગરપાલિકા સતત 24 કલાક રોડ કાર્પેટિંગ અને જ્યાં જ્યાં તકલીફ પડી રહી છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરી રહી છે. સવારે ટ્રાફિકની સમસ્યા હોવાને કારણે રોજ રાત્રિ દરમિયાન કામગીરી હાથ ધરવામાં આવે છે. ભરૂચની હાલ સુધી એક-બે વિસ્તારની સમસ્યાઓને દૂર કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગત રોજ પણ પાંચબત્તી વિસ્તારના માર્ગોને રીપેર કરવામાં આવ્યા હતા. આવનારા સમયમાં પાંચબત્તીથી સેવાશ્રમ રોડ પાસ થઈ ગયો છે જેનું કામ શરૂ કરવામાં આવશે. સ્ટેશનથી પાંચબત્તિ અને ત્યાંથી મકતમપુરની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. કસક્થી મકતમપુર વિસ્તારના રોડની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: