ભરૂચમાં આમોદ તાલુકાના ઈખર ગામમાં યોજાયો કવિ સંમેલન

ખ્યાતનામ કવિઓએ રજુ કર્યા પોતાના કાવ્યો

142
Poet Convention Was Held at Amod Taluka in Bharuch-suratheadlines

ભરૂચ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામમાં કવિ સંમેલન યોજાયું હતું. જેમાં ખ્યાતનામ કવિઓએ પોતાના કાવ્યો રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આમોદ તાલુકાના ઈખરના પનોતા પુત્ર અને જાણીતા કવિશ્રી અફસોસ ઈખરવીના ઘરે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એક નાનકડા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટામિયા માંગરોલની ગાદીવાળા શ્રી મતાઉદ્દીન પીરઝાદા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

કવિ સંમેલનની શરૂઆત ભરૂચથી પધારેલા ઉભરતા નવોદિત કવિશ્રી જતીન પરમારના કાવ્ય પઠનથી થઈ હતી.

જંબુસરથી પધારેલા તાલિબ જંબુસરીએ ગુજરાતી અને ઉર્દૂ શેરો-શાયરી રજૂ કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા. ત્યારબાદ ટંકારીયાના કવિશ્રી યકીન ટંકારવી તેમને કાવ્યપઠન કર્યું. સ્થાનિક કવિશ્રી મહેબુબ ઈખરવીએ બે કલાક ચાલેલા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

યજમાન કવિ મહોદય અફસોસ ઈખરવીએ પણ પોતાની ભાવનાત્મક લાગણીસભર રચનાઓ દ્વારા શ્રોતાઓના દિલ જીત્યા હતા. જગદીશભાઈ પરમાર તથા સલીમભાઈ સેગવાવાળા એ પણ પોતાની રચનાઓ રજૂ કરી હતી. અંતે ડો.મતાઉદ્દીન પીરઝાદા સાહેબની દુઆઓ સાથે અને સાહિત્ય અને જીવન જીવવા માટેના માર્ગદર્શન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: