રાજકોટમાં ૨ પરિવારોએ મૃતકની ઉત્તરક્રિયા મોકૂફ રાખી

311

રાજકોટ
દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના ૧૩ કેસ સામે આવ્યા છે. ૧૩ કેસમાં વિદેશથી આવેલા લોકોની સંખ્યા ૧૨ અને એક વ્યક્તિ સુરતનો છે. કોરોના વાયરસના કારણે રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરની બહાર કામ વગર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. લોકોને લગ્ન પ્રસંગ કે, જાહેર સભાઓ નહીં યોજવાનું ફરમાન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં બે પરિવારોએ પોતાના પરિવારના સભ્યની મૃત્યુ પછી કરવામાં ઉત્તરક્રિયાના કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેર નામાના કારણે મોકુફ રાખવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર રાજકોટને વિજય પ્લોટમાં આવેલા ખોડિયાર ચોકમાં રહેતા વનીતાબેન ચૌહાણનું ૧૧ માર્ચના રોજ અવશાન થયું હતું. વનીતાબેનનું અવશાન થતા પરિવારના સભ્યોમાં શોકનો માહોલ જાવા મળ્યો હતો. વનીતાબેનના અવશાન પછી ૧૮ માર્ચ બુધવારનાં રોજ દશા, શ્રાધ્ધ અને ૧૯ માર્ચના રોજ ઉત્તરક્રિયા પરિવારના સભ્યો દ્વારા રાખવામાં આવી હતી પરંતુ રાજ્યમાં કોરોના વાયરસના શંકસ્પદ અને પોઝિટિવ કેસ આવતા સરકાર દ્વારા લોકોને એકઠા નહીં કરવા માટે લોકોને અપીલ કરી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલી આપીલ અને અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચૌહાણ પરિવાર દ્વારા વનીતાબેનની દશા, શ્રાધ્ધ અને ઉત્તરક્રિયાની વિધિ બંધ રાખી હતી.

તો બીજી તરફ ટંકારાના સરપંચ ભાવનાબેન બસાસરાના સાસુ જમકુબેનનું અવશાન ૧૦ માર્ચના રોજ થયું હતું. તેમની સદગતી માટે ઉત્તરક્રિયા ૨૨ માર્ચના રોજ રાખવામાં આવી હતું પરંતુ ૨૨ માર્ચના રોજ કોરોના વાયરસના કારણે જનતા કર્ફ્યુંનું એલાન આપવામાં આવ્યું હોવાના કારણે પરિવારના સભ્યો દ્વારા ઉત્તરક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના પગલે સરકાર દ્વારા રાજ્યના તમામ મંદિરોમાં પણ દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત લોકોને સાબુથી કે સેનિટાઈઝરથી હાથ ધોવાની સૂચના આપવામાં આવી છે. એરપોર્ટ પર પણ વિદેશથી આવી રહેલા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહી છે.

Share This: