આમોદમાં ઉત્તરાયણ પુર્વે પતંગ બજારમાં મંદીનો માહોલ

પતંગ બજારમાં મંદીને કારણે વેપારીઓ ચિંતાતુર

37
Recession in Kite Market Before Makarsankranti in Amod-suratheadlines

ભરૂચ
છેલ્લાં કેટલાંય દિવસોથી પતંગ રસિયા રાહ જોઈ રહ્યા છે. તેવાં ઉત્તરાયણના તહેવારને હવે માત્ર આંગળીઓના તેળવે ગણી શકાય એટલા દિવસો બાકી રહ્યા છે. તહેવારના ટાણે બજારોમાં પતંગ રસિયાઓની પાંખી હાજરીને લઈ પતંગના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. પતંગ દોરીની ખરીદી માટે બજારમાં ગ્રાહકોની પાંખી હાજરીથી વેપારીઓ ચિંતામાં વધારો થયો છે.

મીડિયા ટીમ દ્વારા બજારની મુલાકાત લેવામાં આવી હતી. પતંગ દોરીની સેલો ઠેર-ઠેર લાગેલાં જોવા મળ્યા હતા. પરંતુ ખરીદી માટે ગ્રાહકોની પાંખી હાજરીને પગલે વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. પતંગ દોરીની સેલ લગાવેલ વેપારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કોરોના મહામારીને કારણે ગત વર્ષ કરતા આ વર્ષે ખરીદી કરવા આવતાં ગ્રાહકોની સંખ્યામાં વ્યાપક ઘટાડો માલુમ પડે છે.

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેમ છતાં ગ્રાહકી ન હોવાના કારણે વેપારીઓ મુંઝવણમાં મુકાયા હતા. જેમ-જેમ ઉત્તરાયણનો દિવસ નજીક આવશે તેમ-તેમ ખરીદીમાં તેજી આવશે એવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: