રેડઝોન નાગરવાડામાંથી લેવાયેલા ૨૫૦ સેમ્પલના રિપોર્ટના પગલે આભ તુટયુ

290

અમદાવાદ
શહેરમાં નાગરવાડા સૈયદપુરા વિસ્તારમાંથી લેવામાં આવેલા માસ સેમ્પલમાંથી ૨૦ વ્યકિતઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરનું આરોગ્યતંત્ર ચોંકી ઉઠયુ છે. આ ઉપરાંત આરવી દેસાઇ રોડ ઉપરની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર સહિત ૨૧ વ્યકિતઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

શહેરમાં કોરોના પોઝિટિવનો આ રેકોર્ડ બ્રેક આંકે આરોગ્ય વિભાગને ચોંકાવી દીધુ છે. આ સાથે શહેરના કોરોના પોઝિટિવના કુલ દર્દીઓની સંખ્યા ૩૯ ઉપર પહોંચી છે.શહેરના નાગરવાડા સૈયદપુરા વિસ્તારમાંથી લેવામાં આવેલા માસ સેમ્પલીંગનો રિપોર્ટ જાહેર થતાજ શહેરનું આરોગ્ય વિભાગ ચોંકી ઉઠયુ હતુ. ગુરુવારે સાંજ સુધીને આવેલા રિપોર્ટમાં માત્ર ચાર વ્યકિતના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

જેમાં નાગરવાડાના મહંમદ હનીફ પઠાણ (ઉ.વ.૫૮) એજાઝ શેખ (ઉ.વ.૧૨) મહંમદ વાસીમ (ઉ.વ.૧૬) અને આરવી દેસાઇ રોડ ઉપર રહેતા અને નીલકંઠ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.ફૈઝાનનો સમાવેશ થાય છે.પોઝિટિવ આવ્યો હતો. જયારે રાત્રે જાહેર થયેલા રિપોર્ટમાં નાગરવાડા સૈયદપુરાના વધુ ૧૭ વ્યકિતઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનુ જણાવ્યુ હતુ. જેના પગલે આજે શહેરમાં આજે કોરોનાના ૨૧ રેકોર્ડ બ્રેક દર્દીઓ નોંધાયા હતા.

આ સાથે વડોદરા શહેરના કુલ કોરોના પોઝિટિવની સંખ્યા ૩૯ ઉપર પહોંચી છે.શહેરમાં અત્યાર સુધીમાં ૭૪૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ૪૭૦ નેગેટિવ આવ્યા છે. જયારે ૨૫૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે. અત્યાર સુધીમાં સયાજી હોસ્પિટલમાંથી ૧૯૯, જીએમઇઆરએસ ગોત્રીમાં ૫૦૨, ખાનગી હોસ્પિટલમાં ૪૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી સયાજીના ૦૭ ગોત્રીના ૧૪ અને ખાનગી હોસ્પિટલના એક મળી કુલ ૨૨ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.

Share This: