ભરૂચ તાલુકાના માંચ ગામે હજરત બાલાપીરની દરગાહ ખાતે સંદલ શરીફની વિધિ કરાઈ સંપન્ન

79
Sandal Sharif Held at Balapir Dargah in Manch Village of Bharuch-suratheadlines

ભરૂચ
ભરૂચ તાલુકાના માંચ ગામે હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં
અકીદતમંદોએ હાજરી આપી હતી.

ભરૂચના માંચ ગામ સ્થિત હજરત બાલાપીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ ખુબ ઉત્સાહપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે દરગાહ શરીફના સંકુલમાં યાસીન શરીફના ખતમ, શીજરા શરીફ તેમજ ફાતેહા ખ્વાનીનો કાર્યક્રમ આયોજકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં અકીદતમંદોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમો બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી માનવજાત સુરક્ષિત રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. અકિદતમંદ ભાઈઓ, બહેનોએ સંદલ શરીફની વિધિમાં હાજરી આપી હતી. હાફીઝ મુજાહિદે ખાસ દુઆ ગુજારી હતી.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: