ભરૂચના નબીપુરમાં જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયા

નબીપુર પોલીસે એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

60
Seven Gamblers Were Caught in Nabipur of Bharuch-suratheadlines

ભરૂચ
ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકની હદમાં આવેલા ઝનોર ગામમાંથી જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડેલાં જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસ સુત્રિય માહિતી અનુસાર નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.કે. જાડેજા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઝનોર ગામે નર્મદા નદી કિનારે કેટલાંક ઈસમો બાવળની ઝાડીમાં ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે.

મળેલી બાતમીના આધારે પોલીસે છાપો મારતા સંજય અંબુ માછી, અશ્વિન નારાયણ માછી, યોગેશ મનુ માછી, પ્રદીપ ખુશાલ માછી, બુધા કાભઈ માછી, સુંદર ડાહ્યા વસાવા તેમજ જીતેશ ઉર્ફે જીતો પરષોત્તમ માછી ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે સુભાષ ઠાકોર માછી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

પોલીસે ઝડપાયેલાંઓની અંગજડતી લેતાં તેઓ પાસેથી રૂપિયા ૨૯,૦૧૦, દાવ પરના રોકડા રૂપિયા ૫,૩૪૦, મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫,૫૦૦ તથા ચાર મોટરસાયકલ કિંમત રૂપિયા ૬૨,૦૦૦ મળી કુલ ૧,૦૧,૮૫૦ ના મુદ્દામાલ સાથે સાતેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: