સ્માર્ટસિટી રેન્કિંગમાં દેશનું નંબર વન શહેર બન્યું અમદાવાદ

418

અમદાવાદ
ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૧૪૪ કેસ સામે આવ્યા છે. તેમાં ૫૦% કરતા પણ વધારે ૬૪ કેસ અમદાવાદમાં છે. આમ ગુજરાતમાં કોરોના વાયરસનું હબ બની ગયેલા અમદાવાદ માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. અમદાવાદ સ્માર્ટસિટી રેન્કિંગમાં દેશનું નંબર વન શહેર બની ગયું છે. કુલ ૧૦૦ શહેરની જે યાદી જાહેર કરવામાં આવી તેમાં અમદાવાદને પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ માહિતી મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આપી છે.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય સ્માર્ટસિટીની યાદી જાહેર કરે છે. શહેરમાં સ્વસ્છતા, રસ્તાઓ, પાણી, ગટર લાઇનો, સ્ટ્રીટ લાઇટો, સુરક્ષા જેવા અનેક પાસાંઓના આધારે દેશના ૧૦૦ શહેરોનું રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે. જેમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે. વિજય નેહરાએ કહ્યું કે, હાલ કોરોના વાયરસને કારણે લાકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કોરોના સામેની લડતમાં સ્માર્ટ સિટીની આગવી ભૂમિકા છે. તેમણે કહ્યું કે, ૩૦૦૦ કરતા વધુ સીસીટીવી કેમેરા શહેર પર બાજ નજર રાખી રહ્યાં છે. પોલીસ પણ લોકડાઉનને સફળ બનાવવા માટે કાર્ય કરી રહી છે.

તેમણે કહ્યું કે, સ્માર્ટસિટીના ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ આજે કોરોના સામેની લડાઈમાં મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, માર્ચ મહિનામાં ૫૨૧૯ લોકો વિદેશથી આવ્યા હતા. આ તમામ નાગરિકોએ સંપૂર્ણ ક્વોરેન્ટાઇન પ્રીચેડ પૂર્ણ કર્યું છે. તેમના સહકારથી કોરોના વધુ ફેલાતો અટકાવી શકાયો છે. આ કામ પડકારનજક હતું. ૧૨થી ૧૩ પગલાંઓ એએમસી દ્વારા લેવામાં આવ્યા હતા. તેમને જે મદદની જરૂર હતી તે મનપા દ્વારા પૂરી પાડવામાં આવી છે.

દિવસમાં બે વખત તેમને જમવાનું પણ પહોંચાડ્યું છે. આટલી સુવિધા છતાં જે ૨૦ લોકોએ ક્વોરેન્ટાઇનનો ભંગ કર્યો તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આવા લોકોની સાથે કુલ ૨૫ હજારને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ લોકોના સંપર્કથી માત્ર એક વ્યક્તિ કોરોનાનો ભોગ બન્યો છે. આમ પ્રથમ પડકારને પહોંચી વળવામાં એએમસી સફળ રહ્યું છે.

Share This: