અંકલેશ્વરના ખરોડ ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ હાથફેરો કર્યો

193
Smugglers Targeted a Closed House in Kharod Village of Ankleshwar-suratheadlines

ભરૂચ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામનાં ઉભા ફળિયામાં રહેતાં અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા યુનુસ મહમદ ભૈયાત, જેઓના સગાસબંધીમાં ગત રોજ મોતના પ્રસંગે તેઓ ઘર બંધ કરતી તાળું મારી રવિદરા ગામે ગયા હતા અને રાત પણ ત્યાં જ રોકાઇ ગયા હતા. દરમ્યાન ગત રાત્રીના વહેલી સવારે આશરે ૪-૦૦ વાગ્યા પ ના ગમે તે સમયે તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી બંધ ઘરનાં દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને એક રૂમમાં રહેલા કબાટને પણ તોડી કબાટમાં રહેલા સામાનને ફંફોસી કાઢયું હતુ અને તીજોરી તોડી રૂપિયા ૧૫૦૦૦/-હજાર ચોરી લીધા હતા. જ્યારે પાછળના રૂમમાં રહેલા લાકડાના પીંજરાને પણ તોડી ફંફોસી જોયુ હતું પણ કાંઈ હાથમાં આવ્યુ ન હતું. જો કે નુકશાન થવા પામ્યુ હતુ.

બનાવ બાબતમાં બંધ ઘરનો નકુચા સહિત તાળું તુટેલું સામેના ઘરેથી જોતા ઘર માલિક યુનુસ મહમદ ભૈયાતને કોલ કરી જાણ કરતા તેઓ ખરોડ ગામે પરત ફરી હકીકત જોઇ અને જાણી હતી અને અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીમાં તપાસ કરતા એક બાઇક ઉપર બે ઇસમો મોઢા ઉપર કપડાથી બુકાની બાંધી ઘર પાસે આવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. જે ઘટના સંદર્ભે યુનુસ મહમદ ભૈયાત રહે. ખરોડ ઉભુ ફળિયુએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જે બાબતની અંકલેશ્વર તાલુકા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: