ચોમાસાની શરૂઆત થતા જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર સર્જાયા નયનરમ્ય દ્રશ્યો

10

નર્મદા
કોરોનાના કહેર વચ્ચે સરકારે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કર્યુ હતુ. લોકડાઉન ખુલ્યા પછી પણ અનલોક-૧ જાહેર કરી જરૂરી ચીજવસ્તુઓની દુકાનો અને અમુક ઉદ્યોગોને શરતોને આધીન ખોલવાની મંજુરી આપી હતી. પરંતુ પર્યટક સ્થળોને ખોલવાની હજુ સુધી મંજુરી આપવામાં આવી નથી. આથી વિંધ્યાચલની ગિરિમાળાની વચ્ચે દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની ૧૮૨ મીટરની પ્રતિમા બનાવવામાં આવી છે. વિશ્વની સોથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પણ કોરોના કહેર વચ્ચે છેલ્લા ૧૧૦ દિવસથી પ્રવાસીઓ માટે બંધ છે.

હાલ ચોમાસાની શરૂઆત થતાં નર્મદા જિલ્લો તેની સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની આજુબાજુ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમના તમામ પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. પાવર હાઉસ ચાલુ કરવાથી નર્મદા નદીમાં ૩૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં આવી રહ્યું છે. આથી સરદાર પટેલની પ્રતિમાની આજુબાજુ આવેલી વિંધ્યાચલની ગિરિમાળાઓ લીલીછમ થઈ ગઈ છે. જિલ્લાના ગામડાઓ અને શહેરી વિસ્તારમાં હાલ વરસાદ નથી પડ્યો, પરંતુ જંગલ વિસ્તારમાં વરસાદ પડતા જ ડુંગરો લીલાછમ જોવા મળી રહ્યા છે. સ્ટેચ્યુનો નઝારો નયનરમ્ય બન્યો છે.

કોરોના વાઈરસની મહામારીને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૧૦ દિવસથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. જેથી હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સુનકાર વ્યાપ્યો છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ કર્મચારીઓ દ્વારા તમામ પ્રકારના કામ ચાલુ રાખવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા પ્રવાસન ધામો ખોલવામાં આવશે ત્યારે અહીં આવતા પ્રવસીઓને આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક નવારૂપ રંગ સાથે જોવા મળશે. આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રસાશન દ્વારા પ્રવાસીઓને આકર્ષવા નવા પ્રોજેક્ટોનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે.

Share This: