ભરૂચ એબીસી સર્કલ પાસે ચાની દુકાનમાં અચાનક આગ લાગતા મચી અફરાતફરી

88
Sudden Fire Broke Out in a Tea Shop Near ABC Circle in Bharuch-suratheadlines

ભરૂચ
ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક એક ચાની દુકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

Fire Broke Out in a Tea Shop Near ABC Circle in Bharuch-suratheadlines

કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: