
ભરૂચ
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના યુનિયન જીન કમ્પાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ આયોજિત સહકારી મંત્રી મેનેજર તાલીમવર્ગ પૂર્ણાહુતિ તથા તાલુકા સહકારી સેમિનાર ગુજરાત રાજ્ય સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર રાજેન્દ્રભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘ ચેરમેન ભરતભાઈ મહિલા સમિતિ પ્રમુખ નિરુબેન આહીર ભરૂચ ડીસ્ટ્રીક બેંક ઓફીસર આર પી રાવલ સહિત ભરૂચ જિલ્લા સંઘ એક્ઝિક્યુટિવ યોગેન્દ્રસિંહ રાજ ઉપસ્થિત રહ્યાં હતાં.
સહકારી કાર્યક્રમ હોય સહકારી અગ્રણી પ્રવીણભાઈ દુબેને બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. યોજાયેલ સદર કાર્યક્રમમાં વિવિધ કાયદાકીય માહિતી સહકારી ક્રેડિટ સોસાયટીને લગતી આપવામાં આવી હતી. ચોવીસ દિવસ યોજાયેલ તાલીમ વર્ગમાં ૪૯ જેટલાં ભાઈ બહેનોએ લાભ લીધો હતો. જેમાં જિલ્લા સહકારી પ્રવૃત્તિ સંઘરી કામગીરી સહકારી કાયદા માર્ગદર્શન બેન્કની કામગીરી પાક વીમા યોજના ક્રેડિટ સોસાયટી વ્યવસ્થા હકો સહિતના વિષયોની નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. પૂર્ણાહુતિ પ્રસંગે યુનિયન જીન ચેરમેન મહેન્દ્રસિંહ સીંધા ભૂપેન્દ્રસિંહ રાઠોડ નવીનભાઈ પટેલ સહીત તાલીમાર્થિ ભાઈ બહેનો હાજર રહ્યાં હતાં.
રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.