
ભરૂચ
ભરૂચ જિલ્લાના ઉમલ્લા દુ વાઘપુરાના બજારમાં છેલ્લાં ઘણાં વર્ષોથી કેટલાંક ઈસમો દ્વારા સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું. જે ગેરકાયદેસર દબાણ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોના સહયોગથી તેમજ ઉમલ્લા પોલીસની મદદથી ઉમલ્લા દુ વાઘપુરા ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું.
ડેપ્યુટી સરપંચના જણાવ્યા અનુસાર નવી આંગણવાડીનું બાંધકામ કરવાનું હોય માટે આ દબાણ દૂર કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.