ભરૂચમાં આમોદના ઈખર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કેમ્પનું કરાયું આયોજન

લોકો રસીકરણ કેમ્પનો ઉત્સાહપૂર્વક ભાગ લેતા નજરે પડ્યા

80
Vaccination Camp Was Held at Amod Taluka of Bharuch-suratheadlines

ભરૂચ
આમોદ તાલુકાના ઈખર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Vaccination Camp Held at Amod Taluka of Bharuch-suratheadlines

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર આરોગ્ય કેન્દ્ર ખાતે બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લેતા નજરે પડયા હતા. સવારે આરોગ્ય કેન્દ્ર ખાતે લોકો ઉત્સાહ પૂર્વક કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. ત્રીજી લહેરની સંભાવનાઓના પગલે લોકો કોરોનાથી સુરક્ષિત રહે એ માટે રસીકરણ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે.

યુનુસભાઈ તલાટીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે, લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર રસીકરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. લોકોમાં જે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. તેને દૂર કરવા માટે રસીકરણ કાર્યક્રમ આયોજિત કરાયો છે. વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી સુરક્ષિત રહે એ માટે તેઓએ અનુરોધ કર્યો હતો. કપરા સમયે આરોગ્ય વિભાગના યોદ્ધાઓ પોતાના જીવના જોખમે ઝઝૂમી રહેલા છે તો આપણે પણ સહકાર આપી રસીકરણના કેમ્પને સફર બનાવવા જોઈએ એમ તેઓએ જણાવ્યું હતું.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: