
વડોદરા
ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના પ્રદેશ અધ્યક્ષ તથા રાજ્યસભા સાંસદ શ્રી જુગલજી મથુરજી ઠાકોર દ્વારા વડોદરા ખાતે પધારી વાકો ઇંડિયન ઓપન ઈન્ટરનેશનલ કિક બોક્સિંગ ટુર્નામેન્ટ ચેંપિયન વડોદરા શહેરની ઠાકોર સમાજની દિકરી કુમારી પ્રિતી ઠાકોરને સન્માનપત્ર એનાયત કરાઇ સન્માનિત કરાઇ હતી. ઠાકોર સમાજની દીકરી કુમારી પ્રિતી ઠાકોરને સન્માનિત કરાતા સમગ્ર ઠાકોર સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે.
ઉપરાંત મધ્ય ગુજરાતમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘની શરૂઆત વડોદરા ખાતેથી કરવામાં આવી હતી. તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ વડોદરા શહેર/તાલુકા/જીલ્લાના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી. જેમાં નીચે મુજબના હોદ્દેદારોની નિમણુક કરાઇ હતી.
જેમાં કમલેશ પાટણવાડીયા (મકરપુરા) – વડોદરા જિલ્લા પ્રમુખ,
મહેન્દ્ર પાટણવાડીયા (માણેજા) વડોદરા જિલ્લા ઉપ પ્રમુખ,
વડોદરા જિલ્લા મહામંત્રી – વિજય ઠાકોર (જીથરડી,કરજણ),
વિકી ઠાકોર – વડોદરા શહેર પ્રમુખ,
અજય ઠાકોર – વડોદરા શહેર ઉપપ્રમુખ,
પ્રવીણ ઠાકોર – વડોદરા જિલ્લા સહમંત્રી,
ભાવિન ઠાકોર (કોઠાવ) કરજણ તાલુકા પ્રમુખ
નિયુક્ત થતા નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ જિલ્લા દ્રારા પાઠવવમાં આવી હતી.
રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, વડોદરા.