વડોદરાથી ચોંકાવનારા સમાચાર

કોરોનાના દર્દી માટે ૩૪ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી

134

વડોદરા
વડોદરામાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાના દર્દીઓ માટે ૩૪ હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી. સરકારી, ખાનગી, અને ટ્રસ્ટની મળીને ૪૪ થી વધુ હોસ્પિટલોમાં હજારો દર્દીઓ સારવાર હેઠળ છે. વડોદરામાં રોજ ૭૫ થી વધુ કોરોનાના નવા કેસ આવી રહ્યા છે. કોરોનાના અત્યાર સુધી જિલ્લામાં ૩૨૯૬ કેસ છે. તો હોસ્પિટલોમાં કુલ ૪૯૬૬ બેડમાંથી માત્ર ૨૧૭૨ બેડ જ ખાલી છે.

વડોદરા શહેરમાં દિવસેને દિવસે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. કોરોનાના કેસની સાથે સાથે મૃત્યુની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. વડોદરામાં કોરોના વાયરસની સારવાર દરમિયાન આજે વધુ ૬ દર્દીના મોત થયા છે. સરકારી આંકડા મુજબ, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો કુલ આંક ૩૨૯૬ ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૨૪૩૩ દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ ૮૦૩ એક્ટિવ કેસ છે.

Share This: