
ભરૂચ
માતૃભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટ-ગુજરાત અને ગુજરાતી સંવર્ધન સમિતિ અને સંસ્કાર ભારતી વડોદરા-નડિયાદ ટ્રસ્ટ યોજિત ફતેહપુર નડિયાદ ખાતે ગુજરાતના સાહિત્યકારો પૈકી ભરૂચના જાણીતા સાહિત્યકારોનું પણ બહુમાન કરી ભરૂચનું નામ રોશન કરાવનારા સાહિત્યકારોમાં જાણીતા કવિઓ પીઢ સાહિત્યકાર શ્રી.ભગુભાઈ ભિમડા તથા નવોદિત નવલોહિયા શીઘ્ર કવિ જેઓ ભરૂચના ખલીલ ધનતેજવી બની શકે તેવા શીઘ્ર શાયર શ્રી. જતિન પરમાર,’અભિગમ’ અને કવિ કે.કે રોહિત’અફસોસ ઇખરવી’ને શિલ્ડ અર્પિ સન્માન પત્રોથી નવાજવામાં આવ્યા છે. જેથી ભરૂચના સાહિત્ય પ્રેમીઓમાં ખુશી થઈ છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન સંતરામ મંદિરના મહરાજ શ્રી સંત મહારાજ અતિથિ વિશેષ ગુજરાત સમાચારના કટાર લેખક પરાજિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.