દેશમાં પર્યાવરણ જાગૃતિ માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાયકલ યાત્રા કરી રહેલા કરમવીર ધિલ્લોનનું ભરૂચમાં કરાયું સ્વાગત

ભરૂચ સાયકલિસ્ટ ગ્રૂપના સભ્યોએ કરમવીર ધિલ્લોન સાથે ભરૂચથી અંકલેશ્વર સુધી સાયકલ યાત્રા કરી પાઠવી શુભેચ્છા

183
Youth Cycling For Environmental Awareness Was Welcomed in Bharuch-suratheadlines

ભરૂચ
પર્યાવરણ સુરક્ષા અને શિક્ષણ માટે જાગૃતતા ફેલાવવા માટે હરિયાણાના 20 વર્ષિય યુવાન કરમવીર ધિલ્લોન પોતાની સાયકલ પર યાત્રા કરવા નીકળ્યા છે. તેમણે કાશ્મીર-કારગીલથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રા 30મી ઓગસ્ટએ શરૂ કરી હતી અને સોમવારે સાંજે અંકલેશ્વર આવી પહોંચ્યા હતા.

Youth Cycling For Environmental Awareness Welcomed in Bharuch-suratheadlines

કરમવીર ધિલ્લોનએ જન્મદિવસે 1000 વૃક્ષો વાવ્યા છે. તેઓ દરરોજ સરેરાશ 100 કી.મી.ની સાયકલ યાત્રા કરી રહ્યા છે અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે આજ રોજ સવારે 7:00 કલાકે ભરૂચ સાયકલિસ્ટ ગ્રૂપના સભ્યોએ ભરૂચથી અંકલેશ્વર સાયકલ યાત્રા કરી કરમવીર ધિલ્લોનને શુભેચ્છા પાઠવી હતી.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: