ભરૂચ તાલુકાના નબીપુરના યુવાનોએ દક્ષિણ આફ્રિકામાં પોતાના ગામનું નામ કર્યું ઉજાગર

102
Youth of Bharuch's Nabipur Increased The Proude of Village in South Africa-suratheadlines

ભરૂચ
ભરૂચના નબીપુરના બે યુવાનોએ દક્ષિણ આફ્રિકામાં ગામનું નામ ઉજાગર કર્યું છે. ગામના બે યુવાનોની દક્ષિણ આફ્રિકાની અંદર 19 નોર્થ વેસ્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પર્સદગી કરવામાં આવી હતી.

ભરૂચના નબીપુર ગામના બે યુવાનો રૈહાન મહમદ કડુજી અને રેહાન દિલાવર નૂનીયા જેઓ દક્ષિણ આફ્રિકાના કલરકસદોરપ ટાઉનમાં પોતાના માતા-પિતા સાથે રહે છે. તેઓએ અભ્યાસની સાથે રમત-ગમતમાં પણ રૂચિ દાખવી હતી. જેઓએ હાલમાં દક્ષિણ આફ્રિકામાં રમાતી નોર્થ વેસ્ટ ટૂર્નામેન્ટ NPL અંદર 19 માં 500 ખેલાડીઓમાંથી પર્સદગી કરવામાં આવી છે.

બંને યુવાનો ચાલુ સીઝનમાં રમાનારી NPL અંદર 19 ટૂર્નામેન્ટમા રમશે. આ બંને યુવાનોની પસંદગી થવાથી નબીપુર ગામમાં અને તેમના પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. આ પસંદગીથી નબીપુરની સાથો-સાથ ભરૂચ જિલ્લાનું નામ ઉજ્જવળ થયું છે.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: